પોલીસ ભરતીમાં ગેરરીતિ કરનાર 388 ઉમેદવારો ઝડપાયા... અને કાર્યવાહી પણ તાત્કાલિક!

પોલીસ ભરતીમાં ગેરરીતિ કરનાર 388 ઉમેદવારો ઝડપાયા... અને કાર્યવાહી પણ તાત્કાલિક!

પોલીસ ભરતીમાં ગેરરીતિ કરનાર 388 ઉમેદવારો ઝડપાયા... અને કાર્યવાહી પણ તાત્કાલિક!


રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતીની લેખિત પ્રક્રિયા અને સીસીટીવીની સઘન મોનિટરિંગ અને ચકાસણીમાં કુલ 388 ઉમેદવારો ગેરરીતિ કરતા ઝડપાયા છે. હવે આ તમામ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.


પણ અહીંથી શરૂ થાય છે જનતાનો સૌથી મોટો સવાલ...❓


જો આ 388 ઉમેદવારોની જગ્યાએ કોઈ મોટો નેતા હોત તો?

જો અહીં કોઈ પેપર લીક કરનાર ગેંગ હોત તો?

જો કોઈ મોટી એજન્સી, માફિયા કે સત્તાના આડશમાં બેઠેલા લોકો સામેલ હોત તો પણ કાર્યવાહી આટલી જ ઝડપથી થઈ હોત?


કારણ કે અહીં સામાન્ય ઉમેદવાર સીસીટીવીમાં દેખાયો... અને સિસ્ટમ તરત એક્શનમાં આવી ગઈ!

પણ જ્યારે પેપર લીક થાય છે ત્યારે કેમ આ સિસ્ટમ હેન્ગ મારી જાય છે?


જનતાનો સવાલ સીધો છે—

કાયદો માત્ર નબળા માટે ઝડપી છે કે પછી સત્તાવાળા અને ભ્રષ્ટાચારીઓના દરવાજા સુધી પણ એટલી જ ઝડપથી પહોંચે છે?


જોકે, આ 388 ઉમેદવારોને પણ 14 સપ્ટેમ્બર સુધી પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી છે. ત્યારબાદ પુરાવા અને નિયમોના આધારે અંતિમ કાર્યવાહી કરવામાં આવશે.


કારણ કે 388 ઉમેદવારો સામે કાર્યવાહી કરવી સરળ છે... પરંતુ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવું જ સિસ્ટમની સાચી કસોટી છે!


યુવાનોને માત્ર કેમેરાની નજરથી નહીં... ભ્રષ્ટાચારીઓને પણ કાયદાની નજરથી જોવાનો સમય આવી ગયો છે!