પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા પહેલા રાજકીય તણાવ વધ્યો છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષના અનેક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે. TMCએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓએ મંત્રી ડૉ. શશી પાંજાના કાર્યાલય અને નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો, જ્યારે ભાજપે આ આરોપોને નકારી કાઢીને દાવો કર્યો છે કે તેમની રેલીમાં જઈ રહેલા વાહનો પર TMC કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો, જેમાં ઉત્તર કોલકાતા જિલ્લા ભાજપ પ્રમુખ તમોઘ્ન ઘોષ સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં લેવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
PM મોદીની સભા પહેલા કોલકાતામાં રાજકીય તણાવ, TMC-BJP અથડામણમાં પથ્થરમારો