દિલ્હી-પુણે SpiceJet ફ્લાઇટમાં અચાનક વધ્યું તાપમાન, મુસાફરોએ ટેકઓફ અટકાવ્યો. દિલ્હીથી પુણે જતી SpiceJetની ફ્લાઇટમાં અચાનક કેબિનનું તાપમાન વધી જતાં મુસાફરો પરેશાન થઈ ગયા હતા. વિમાનની અંદર અસહ્ય ગરમી અને શ્વાસ રૂંધાવાની તકલીફ થતાં કેટલાક મુસાફરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. વિમાનમાં બાળકો અને વડીલો પણ સવાર હતા. મુસાફરોની મુશ્કેલી છતાં વિમાનને રનવે તરફ લઈ જવામાં આવતાં લોકો રોષે ભરાયા હતા અને તેમણે ટેકઓફનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, વિમાનના એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા કેબિનનું તાપમાન વધી ગયું હતું. મુસાફરોએ વિમાનની અંદર જ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે મુસાફરોએ એરપોર્ટ પર વિરોધ નોંધાવી નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પ્લેન બન્યું ‘ઓવન’! મુસાફરોએ ટેકઓફ રોકાવ્યો.