પિઝા સમોસાની રેસિપી,બાળકોની ફેવરિટ ડિશ હવે ઘેર બનાવો!
સમોસા અને પિઝાનું અનોખું મિશ્રણ, ‘પિઝા સમોસા’ હવે ફૂડ લવર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ વાનગી બંનેના સ્વાદને એકસાથે પ્રદાન કરે છે, જે તમારી સ્વાદેન્દ્રિયોને એક નવો જ અનુભવ આપશે. આ રેસિપીમાં સમોસાના ક્રિસ્પી પડની અંદર પિઝાના ભવ્ય ટોપિંગ્સ અને ચીઝનું ભરણ હોય છે. તે એક પરફેક્ટ સ્નેક છે, જે પાર્ટી કે નાસ્તા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ વાનગી બાળકો અને વડીલો બંનેને પસંદ આવે તેવી છે.
પિઝા સમોસા માટે જરૂરી સામગ્રી
1 કપ મેંદો
3 ચમચી તેલ
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી પિઝા સોસ
પાણી (લોટ ગૂંથવા માટે)
સ્ટફિંગ માટે સામગ્રી
1 કપ મોઝરેલા ચીઝ
2 ડુંગળી (નાની સમારેલી)
1 લીલુ શિમલા મરચું
1 ચમચી પિઝા સોસ
સ્વાદ અનુસાર મીઠું
ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો
પિઝા સમોસા બનાવવાની રીત
ફર્સ્ટ સ્ટેપ- સૌપ્રથમ, 1 કપ મેંદો લો. તેમાં મીઠું, 1 ચમચી પિઝા સોસ અને તેલ નાખીને સારી રીતે મિક્સ કરો. પછી થોડું થોડું પાણી ઉમેરતાં જતાં કઠણ લોટ ગુંદો. લોટ ને ભીંજવેલા કપડાંથી ઢાંકીને 15-20 મિનિટ માટે મૂકો.
બીજુ સ્ટેપ- હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં ડુંગળી નાખો અને સહેજ કોફી રંગ આવો ત્યાં સુધી સાંતળો. પછી તેમાં શિમલા મરચું અને પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં 1 કપ મોઝરેલા ચીઝ, 1 ચમચી પિઝા સોસ, મીઠું, ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને થોડી સેકન્ડ માટે હલાવો. હવે સ્ટફિંગ તૈયાર છે.
ત્રીજું સ્ટેપ- હવે લોટની નાની લોઇ લો અને તેને પાતળી અંડાકાર આકારમાં વણો. તેને વચ્ચે થી બે ભાગમાં કાપી લો. દરેક ભાગમાંથી સમોસાનો કોણ બનાવો અને તેની ધાર પર પાણી લગાવીને તેને સીલ કરો. તે કોનમાં પિઝા સ્ટફિંગ ભરો અને સમોસાની ઉપરની ધાર પણ પાણીથી સીલ કરો. આ રીતે બધાં સમોસા તૈયાર કરો.
ચોથું સ્ટેપ- એક કડાઈમાં તેલ ગરમ કરો. સમોસાને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ધીમી આંચ પર તળવાથી સમોસા અંદરથી પણ સારી રીતે શેકાઈ જાય છે અને કરકરા બને છે. તૈયાર સમોસાને ટિશ્યૂ પેપર પર મૂકો જેથી વધારે તેલ શોષાઈ જાય. આ રીતે, સ્વાદિષ્ટ અને જુદી-જુદી પિઝા સમોસાની રેસીપી બનાવી શકાય છે .