Advertisement

પીજ રોડ પર GSPC ગેસ પાઈપલાઈન ફાટી, ઈડન ગાર્ડન સોસાયટીમાં અફરાતફરી

પીજ રોડ પર GSPC ગેસ પાઈપલાઈન ફાટી, ઈડન ગાર્ડન સોસાયટીમાં અફરાતફરી

ખેડા શહેરના પીજ રોડ પર આવેલી GSPCની મુખ્ય ગેસ પાઈપલાઈનમાં અચાનક ભંગાણ સર્જાતા જોરદાર અવાજ સાથે ગેસ લીક થવા લાગ્યો હતો. ઈડન ગાર્ડન સોસાયટી નજીક બનેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ગેસ લીક એટલી ઝડપથી ફેલાયો હતો કે તેની વાસ દૂર સુધી અનુભવાઈ રહી હતી, જેના કારણે સોસાયટીના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. તકેદારીરૂપે લોકોએ તાત્કાલિક ગેસની અસર ઘટાડવા માટે પાઈપલાઈન પર પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો.

આ ઘટનાને કારણે હાઈવે અને સોસાયટીના મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને સલામતીના હેતુથી માર્ગ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. સાથે જ આ ભંગાણને કારણે ખેડાના અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો બંધ થતા લોકો, ખાસ કરીને ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement