ફાસ્ટેગ બદલવા માટે હવે કારના કાચ પરથી જૂનું સ્ટીકર કાઢવાની ઝંઝટ નહીં!
ફાસ્ટેગ યુઝર્સ માટે સરકારે એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જેના કારણે હવે ફાસ્ટેગ સાથે જોડાયેલી બેન્ક બદલવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
અત્યાર સુધી જો કોઈ યુઝર પોતાની ફાસ્ટેગ સેવા આપતી બેન્કથી સંતોષી ન હોય, તો બેન્ક બદલવા માટે નવું ફાસ્ટેગ લેવું પડતું હતું. એટલે કે જૂનું ફાસ્ટેગ બંધ કરીને નવું સ્ટીકર લગાવવાની પ્રક્રિયા કરવી પડતી હતી.
પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
જે રીતે મોબાઇલ નંબર બદલ્યા વગર સિમ કંપની બદલી શકાય છે, એ જ રીતે હવે ગાડી પર લાગેલું ફાસ્ટેગનું સ્ટીકર યથાવત રાખીને તેની બેન્ક બદલી શકાશે.
અર્થાત્, તમારી ગાડી પરનો ફાસ્ટેગ નંબર એ જ રહેશે, પરંતુ તેની પાછળની બેન્ક બદલી શકાશે.
તો જો તમને હાલની ફાસ્ટેગ બેન્કની સર્વિસ પસંદ નથી, કોઈ અન્ય બેન્કની સેવા લેવી છે અથવા અન્ય કારણસર બેન્ક બદલવી હોય, તો હવે નવું ફાસ્ટેગ ખરીદવાની અને જૂનું સ્ટીકર બદલવાની ઝંઝટમાંથી રાહત મળી શકે છે.
ટૂંકમાં… નંબર એ જ, સ્ટીકર એ જ અને ગાડી પણ એ જ… બદલાશે તો માત્ર ફાસ્ટેગ સાથે જોડાયેલી બેન્ક!