Advertisement

ફાગણી પૂનમમાં લાખો ભક્તો ડાકોર તરફ, પણ સ્વચ્છતા વ્યવસ્થાએ ઉભા કર્યા પ્રશ્નો

ફાગણી પૂનમમાં લાખો ભક્તો ડાકોર તરફ, પણ સ્વચ્છતા વ્યવસ્થાએ ઉભા કર્યા પ્રશ્નો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ લાખો ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર-દૂરથી પદયાત્રીઓ રણછોડરાયના દર્શન કરવા ઉમટી રહ્યા છે.


પરંતુ ભક્તિમય માહોલ વચ્ચે સ્વચ્છતા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે અંદાજે રૂ. 50 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં ડાકોર તરફ જતા માર્ગો પર ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.


મહેમદાવાદ, મહુધા અને ઠાસરા તાલુકાના કેટલાક ગામોમાં સફાઈ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ થઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નું સૂત્ર કાગળ પૂરતું જ રહી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.


સ્થાનિકો અને યાત્રિકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે જેથી મેળા દરમિયાન ભક્તોને ગંદકીનો સામનો ન કરવો પડે.

Advertisement