Advertisement

પેટ્રોલ-ડીઝલ મામલે CMની મોટી જાહેરાત: ગભરાશો નહીં, અફવાઓથી દૂર રહો

પેટ્રોલ-ડીઝલ મામલે CMની મોટી જાહેરાત: ગભરાશો નહીં, અફવાઓથી દૂર રહો

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓને લઈ મુખ્યમંત્રી Bhupendra Patel એ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારની ઈંધણની અછત નથી. તેમણે જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ તેમજ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે.


મુખ્યમંત્રીએ નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું કે અફવાઓથી ગભરાઈને પંપ પર ભીડ ન એકત્ર કરે અને અનાવશ્યક લાંબી કતારોમાં ઉભા રહેવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા ઈંધણના પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પરિસ્થિતિમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.


હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ જનતાને શાંતિ જાળવવા અને એકજૂથ રહેવા અનુરોધ કર્યો છે. તેમણે લોકોને પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવાની વિનંતી કરી અને પેનિકમાં આવીને વધારાનો ઈંધણ સંગ્રહ ન કરવા સૂચન આપ્યું છે.

સરકારે ખાતરી આપી છે કે રાજ્યમાં ઈંધણનો પુરવઠો યથાવત્ રહેશે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો નહીં પડે.

Advertisement