Advertisement

પેટલાદના જોગણ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજની અગત્યની બેઠક, નવા બંધારણની તૈયારી શરૂ

પેટલાદના જોગણ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજની અગત્યની બેઠક, નવા બંધારણની તૈયારી શરૂ

સામાજિક વિકાસ અને એકતા માટે અગત્યની બેઠક પેટલાદ તાલુકાના જોગણ ગામમાં ટેલરપુરા આશ્રમ ખાતે યોજાઈ હતી. આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને સંગઠન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામાજીક રીતરિવાજો અને લગ્ન પ્રસંગ થતાં ખોટા ખર્ચ નિયંત્રણ લાવવા માટે ચર્ચા વિચારણા કરીને નવા બંધારણ તૈયાર કરવામાં આવશે


આ બેઠકમાં સમાજના નવા બંધારણ અંગે ચર્ચા સાથે વિવિધ સામાજિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


બેઠક દરમિયાન સમાજના નવા બંધારણને આધુનિક સમયમાં અનુકૂળ બનાવવા માટે સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. સમાજમાં ચાલી રહેલા કેટલાક ખોટા રીત-રિવાજો અને અતિરિક્ત ખર્ચને નિયંત્રણમાં લેવા માટે સંયમ અને જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે સમાજમાં સમૂહ લગ્ન પ્રથા વધુ મજબૂત બને અને સામાજિક નિયમો સુવ્યવસ્થિત રીતે અમલમાં આવે તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની ચર્ચા પણ કરવામાં આવી


આ ઉપરાંત સમાજના યુવાનોમાં શિક્ષણ અને વિકાસ માટે યોગ્ય દિશા નિર્ધારિત થાય તે માટે શિક્ષણલક્ષી આયોજન, માર્ગદર્શન અને સહાય યોજના અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.


સમાજના હિત અને એકતા જળવાઈ રહે તે માટે જરૂરી નિર્ણયો અને સૂચનો પણ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા.બેઠકમાં આણંદ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સેનાના વિવિધ હોદ્દેદારો, તાલુકા સ્તરના પ્રમુખો, વિવિધ ગામોની સમિતિઓના પ્રમુખો તેમજ સમાજના સરપંચો, સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement