પેટલાદમાં CNG ભાવ વધારાનો વિરોધ, રીક્ષાચાલકો રસ્તા પર! 🚖⛽

પેટલાદમાં CNG ભાવ વધારાનો વિરોધ, રીક્ષાચાલકો રસ્તા પર! 🚖⛽

આણંદના પેટલાદમાં CNGના ભાવ વધારાને લઈને રીક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

CNGના વધેલા ભાવના વિરોધમાં રીક્ષાચાલકોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને સરકાર પાસે ભાવ ઘટાડવાની માંગ કરી છે.

હાલ CNGના ભાવ વધીને લગભગ 88 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જેના કારણે રીક્ષાચાલકોના ખર્ચમાં મોટો વધારો થયો છે.

રીક્ષાચાલકોનું કહેવું છે કે, પહેલેથી જ પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે CNGના ભાવ વધારાથી તેમની મુશ્કેલી વધુ વધી છે.

રીક્ષાચાલકોના જણાવ્યા પ્રમાણે, CNGનો ભાવ વધે છે, પરંતુ મુસાફરીના ભાડામાં તે પ્રમાણે વધારો કરી શકાતો નથી. પરિણામે રોજની કમાણીમાંથી મોટો હિસ્સો માત્ર ગેસ પાછળ જતો રહે છે.

રીક્ષાચાલકોનું કહેવું છે કે, દિવસભર રીક્ષા ચલાવ્યા બાદ પણ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. CNGના વધેલા ભાવને કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

આથી પેટલાદના રીક્ષાચાલકોએ સરકારને રજૂઆત કરી છે કે CNGના વધેલા ભાવ પર તાત્કાલિક વિચાર કરવામાં આવે અને ભાવમાં ઘટાડો કરવામાં આવે, જેથી રીક્ષાચાલકોને રાહત મળી શકે.

હવે જોવાનું એ રહેશે કે રીક્ષાચાલકોની આ માંગને લઈને સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે.