પેટલાદમાં ATM કાર્ડ બદલીને લોકોને ચુનો લગાવતો ઠગ ઝડપાયો!

પેટલાદમાં ATM કાર્ડ બદલીને લોકોને ચુનો લગાવતો ઠગ ઝડપાયો!

ATMમાં મદદના બહાને લોકોના કાર્ડ બદલી ખાતા ખાલી કરતો ઠગ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો!

પેટલાદ ટાઉન પોલીસે ATM કાર્ડ બદલીને લોકોને ઠગતા એક શખ્સને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આરોપી લોકો ATMમાંથી પૈસા ઉપાડવા જાય ત્યારે મદદ કરવાના બહાને વિશ્વાસમાં લેતો અને નજર ચૂકવીને તેમનું અસલ ATM કાર્ડ બદલી નાખતો હતો.

31 ઓગસ્ટે પેટલાદમાં બે અલગ અલગ લોકો સાથે આ જ રીતે ઠગાઈ કરવામાં આવી હતી. આરોપીએ તેમના ATM કાર્ડ બદલીને ખાતામાંથી 27 હજાર 500 અને 5 હજાર 800 રૂપિયા ઉપાડી લીધા હતા.

પોલીસે CCTV અને 'નેત્રમ' સિસ્ટમની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપી જે ઓટોરિક્ષામાં આવ્યો હતો તેની ઓળખ કર્યા બાદ ઇ-ગુજકોપ એપ્લિકેશન મારફતે મળેલી માહિતીના આધારે આણંદના રાજોડપુરા ગામના 39 વર્ષીય નરેશભાઈ બારીયાને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ પૂછપરછમાં પેટલાદ ટાઉનના 2, આંકલાવનો 1 અને ભાલેજનો 1 એમ કુલ 4 ગુનાઓ ઉકેલાયા છે.

આરોપી પાસેથી 15 હજાર રૂપિયા રોકડા, અલગ અલગ બેંકોના 12 ATM કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

⚠️ તો ATMમાં કોઈ અજાણ્યો વ્યક્તિ મદદ કરવા આવે, તો સાવધાન રહેજો… મદદના બહાને તમારું કાર્ડ બદલાઈ શકે છે!