પેટલાદ ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આંકડાના જુગારની પ્રવૃત્તિ સામે એલ.સી.બી. આણંદ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં આંકડાના જુગાર રમતા તથા રમાડતા પાંચ ઇસમોને ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને જી.જી. જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક આણંદના સૂચન અનુસાર પ્રોહિ-જુગારની બદી અટકાવવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત એચ.આર. બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. આણંદ દ્વારા અલગ-અલગ ટીમો રચી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદકુમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે પેટલાદના ખતીફવાડા સામે આવેલા જુના મકાન આગળની ખુલ્લી જગ્યાએ રેઈડ કરી હતી. જ્યાં વરલી મટકાના આંકડાનો જુગાર ચલાવાતો હોવાનું સામે આવ્યું હતું. રેઈડ દરમિયાન પાંચ ઇસમો આંક ફરકનો જુગાર લખતા રંગેહાથ ઝડપાયા હતા.
આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી આંકડા લખેલી સ્લીપ બુક, પેન, કાર્બન પેપર, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૨૧,૫૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા પાંચેય ઇસમો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓના નામ:
1. આદીલખાન મોહતરમખાન પઠાણ (ઉ.વ. ૩૪) રહે. પઠાણ વાડા, પેટલાદ
2. ઇરફાનુદ્દીન નાજીમુદ્દીન કાજી (ઉ.વ. ૩૫) રહે. કાછીયાવાડ, પેટલાદ
3. રફીકઉદ્દીન શજાઉદ્દીન શેખ (ઉ.વ. ૩૯) રહે. ઝંડાબજાર, ખતીફવાડા, પેટલાદ
4. ઇરફાનુદ્દીન મૈયુદ્દીન શેખ (ઉ.વ. ૩૫) રહે. ખતીફવાડા, ચબુતરી બજાર, પેટલાદ
5. વિરલકુમાર અરવિંદભાઈ રાણા (ઉ.વ. ૩૪) રહે. ગોલવાડ, પેટલાદ
ફરાર આરોપી:
બહેતુલ્લાખાન પઠાણ રહે. બોરસદ, તા. બોરસદ, જી. આણંદ
જપ્ત કરેલ મુદ્દામાલ:
આંકડા લખેલ સ્લીપ બુક-૧, પેન-૧, કાર્બન પેપર-૧, આંકડા લખેલ ચિઠ્ઠી-૨, મોબાઈલ-૧ તથા રોકડ રકમ રૂ. ૨૧,૫૫૦/-.
આ મામલે પેટલાદ ટાઉન પોલીસ મથક ખાતે ગુના નં. ૧૧૨૧૫૦૨૧૨૬૦૦૬૯/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે