Advertisement

પેટલાદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી જાહેર

પેટલાદ નગરપાલિકાના હોદ્દેદારોની વરણી જાહેર

પેટલાદ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી જાહેર કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકીલાબેન અશોકભાઈ તળપડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રમેશચંદ્ર શાહની વરણી કરવામાં આવી છે.


આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે જ્ય ભરતભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના નેતા તરીકે ધરતીબેન જીગ્નેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે રમેશભાઈ રાવજીભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.


પેટલાદ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી બાદ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. શહેરના વિકાસના વિવિધ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement