Advertisement

પાડગોલમાં ચરોતર તમાકુ વેપારી એસોસિએશનની જનરલ બેઠક, GST મુદ્દે આંદોલનની ચીમકી

પાડગોલમાં ચરોતર તમાકુ વેપારી એસોસિએશનની જનરલ બેઠક, GST મુદ્દે આંદોલનની ચીમકી

પેટલાદ તાલુકાના પાડગોલ ખાતે ચરોતર તમાકુ વેપારી એસોસીએશનની જનરલ બેઠક યોજાઇ હતી. જેમાં ચરોતર ખેડૂત સંગઠનના અગ્રણી ખેડૂતો, વડીલો અને 600થી વધુ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરકારે સેન્ટ્રલ એકસાઇઝ ડયુટી નાબુદ કરી તે બદલ આભાર વ્યકત હતો. જો કે તમાકુ પર લાદવામાં આવેલા સંપૂર્ણ જીએસટી નાબુદ નહીં કરાય ત્યાં સુધી વેપારી સહિત ખેડૂતો આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું


સમસ્ત ગુજરાત ખેડૂત તેમજ વેપારી એસોશિયેસન જણાવ્યું હતું કે. હજી 40 ટકા જીએસટીના કરભાર હેઠળ હોવાથી વેપાર કરવો અને કર ચૂકવણાનો ભાર નાના વેપારીઓ માટે મુશ્કેલ બની ગયં ુ હોવાની ચર્ચા કરવામાં આવી હતી.. આ કરભારથી આખરે ખેડૂતોની આર્થિક સ્થિતી નબળી બની રહી છે.ખેડૂત અને વેપારીઓ એક બીજાના પૂરક છે.


સરકાર સમક્ષ રજૂ કરેલ જીએસટી 40ના બદલે 5 ટકા કરવા અને તમાકુના પાકને સીન ગુડસમાંથી બાકાત કરવાની માંગનું નિરાકરયા ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું છે. આ બે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ચરોતર ના ખેડૂતો મહાપંચાયતનું આયોજન કરી રસ્તા પર આવી ચરોતર પ્રદેશનું સહુ થી મોટું આંદોલન કરશે.


ચરોતર તમાકુ વહેપારી એસોસિયેશન દ્વારા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલને રજૂઆત કરી હતી કે તમાકુ નો પાક સીન ગુડસ નથી સીન ગુડ્સ માં સિગારેટ છે ગુટકા હોય શકે વાઇન અમે ડ્રગ્સ છે પણ જેવી રીતે દ્વાક્ષ સીન ગુડ નથી તેમાં થી દારૂ બને તે સીન ગુડ્સ છે જુવાર સીન ગુડ નથી તેમાં થી બિયર બને તે સીન ગુડ છે તેવી જ રીત થી તમાકુ એ ખેતપેદાશ છે સીન ગુડ તેમાંથી બનતી ફાઈનલ પ્રોડક્ટ છે તેમજ ખેત પેદાશ સીન ગુડસ ની શ્રેણીમાં થી હટશે તો તેનો જીએસટી સ્લેબ પણ આપોઆપ બદલાશે અને તે ખેત પેદાશ ના સ્લેબ માં સહુ થી નાના સ્લેબ 5% માં આવે તો તેનો માર ખેડૂતને નહીં પડે તેવી અસરકાર રજૂઆત કરી હતી

Advertisement