Advertisement

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં મોટા સમાચાર: આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને કોર્ટમાંથી જામીન

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં મોટા સમાચાર: આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને કોર્ટમાંથી જામીન

વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો, જેના કારણે ટ્રાયલ ચાલુ રહેવા દરમિયાન બંને આરોપીઓ જેલમાંથી બહાર આવી શકશે. પોલીસના જણાવ્યા મુજબ પવન બિશ્નોઈ પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલા હોવાનો અને હત્યામાં વપરાયેલા બોલેરો વાહનની વ્યવસ્થા કર્યાનો આરોપ છે, જ્યારે જગતાર સિંહ પર સિદ્ધુ મૂસેવાલાના ઘરની રેકી કરવાનો આક્ષેપ હતો. જોકે, આરોપીઓના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે પવનનો લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ સંબંધ નથી અને જગતારના ઘરે લગાવવામાં આવેલા કેમેરા તેની પોતાની સુરક્ષા માટે હતા, ગાયકની જાસૂસી માટે નહીં.

Advertisement