પંચમહાલમાં વરસાદી સંકટની શક્યતા, NDRF-SDRFની ટીમો તહેનાત

પંચમહાલમાં વરસાદી સંકટની શક્યતા, NDRF-SDRFની ટીમો તહેનાત

પંચમહાલ જિલ્લામાં આજે (30 જુલાઈ) રાતથી શનિવાર (1 ઓગસ્ટ) સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સ્ટેન્ડબાય મોડમાં આવી ગયું છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા SDRFની 2 ટીમો અને NDRFની 1 ટીમ તહેનાત કરવામાં આવી છે, જ્યારે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તો તાત્કાલિક સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ પાવાગઢમાં સતત ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડુંગર પર જતાં પગથિયાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને વહેતા પાણીમાં વાહન ચલાવવાનું ટાળવાની અપીલ કરી છે.