પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર-ખરસલીયા ચોકડી નજીક ગોધરા-વડોદરા હાઈવે પર કન્ટેનર, આઈશર, ટ્રેલર અને વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં GRD જવાન જગદીશ બારિયા અને વાન ચાલક અશરફ પઠાણનું મોત થયું છે. લુણાવાડાના એક જ પરિવારના 8 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી છે અને અકસ્માતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પંચમહાલમાં ચાર વાહનોની ભયાનક ટક્કર: GRD જવાન સહિત બેના મોત, એક જ પરિવારના 8 સભ્યો ઇજાગ્રસ્ત