Advertisement

ઓરેન્જ બાદ હવે ડીપ રેડનો ધમાકો! iPhone 18 Pro નવા લુકમાં આવશે?

ઓરેન્જ બાદ હવે ડીપ રેડનો ધમાકો! iPhone 18 Pro નવા લુકમાં આવશે?

એપલ હવે iPhone 18 Pro અને iPhone 18 Pro Max મોડલ્સને ડીપ રેડ કલરમાં લોન્ચ કરવાનું વિચારી રહી હોવાની ચર્ચા છે. આ માટે હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ચીન અને ભારતમાં iPhone 17 Pro અને Pro Maxના ઓરેન્જ કલરની સફળતા બાદ આ પગલું ખાસ કરીને લેવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એપલ પહેલાં એન્ટ્રી મોડલ માટે રંગબેરંગી મોડલ રજૂ કરતું હતું, પરંતુ હવે હાઇ-એન્ડ ડિવાઇસિસ માટે વધુ ચમકદાર રંગો રજૂ કરવામાં આવે એવું પ્લાનિંગ છે.


iPhone 18 Pro મોડલ્સમાં ક્યા-ક્યા કલર હશે?


iPhone 18 Pro ઘણાં કલરમાં આવવાની સંભાવના છે. આ મોડલમાં ડીપ રેડની સાથે Cosmic Orange પણ સામેલ હશે. આ સાથે જ પર્પલ અને બ્રાઉન રંગને પણ લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. બાકીના કલર હજી ચર્ચામાં છે, પરંતુ એપલ દ્વારા ડીપ રેડના વિવિધ શેડ્સ પર કામ ચાલી રહ્યું છે.


iPhone Fold માટે ફક્ત બે કલર


એપલ સિરીઝ 18ની સાથે iPhone Fold પણ લોન્ચ કરવાની છે. iPhone Fold માટે ફક્ત બે કલર આપવામાં આવશે એવી ચર્ચા છે. iPhone Fold બ્લેક અથવા તો ગ્રે કલરમાં હોઈ શકે છે. આ સાથે જ વ્હાઇટ અથવા તો સિલ્વર કલરનો સમાવેશ કરવામાં આવી શકે છે. iPhone Foldમાં રંગબેરંગી કલરનો સમાવેશ કરવામાં નહીં આવે. આ તમામ મોડલ્સ સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે.

Advertisement