રક્ષાબંધનનો તહેવાર નજીક છે… બહેન માટે રાખડી, મીઠાઈ કે ગિફ્ટ ખરીદવા લોકો ઓનલાઈન શોપિંગનો સહારો લે છે. પરંતુ જ્યાં ઓનલાઈન ખરીદી વધે છે, ત્યાં સાયબર ઠગ પણ સક્રિય થઈ જાય છે!
ભારે ડિસ્કાઉન્ટ, ફ્રી ગિફ્ટ અને એક્સપ્રેસ ડિલિવરી જેવી લાલચ આપીને ઠગ નકલી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ બનાવી લોકોને ફસાવે છે.
તો રક્ષાબંધન દરમિયાન કયા ફ્રોડથી સાવધાન રહેવું?
સૌથી પહેલો છે ફેક શોપિંગ વેબસાઈટ સ્કેમ.
અસલી બ્રાન્ડ જેવી દેખાતી નકલી સાઇટ બનાવી ઓર્ડર તો લઈ લેવામાં આવે છે, પરંતુ સામાન મળતો નથી અથવા નકલી પ્રોડક્ટ મોકલવામાં આવે છે.
બીજો છે વોટ્સએપ ગિફ્ટ સ્કેમ.
“તમારા માટે રક્ષાબંધનની ગિફ્ટ આવી છે” અથવા “ગિફ્ટ ક્લેમ કરો” જેવી લિંક મોકલવામાં આવે છે. આવી અજાણી લિંક પર ક્લિક કરવી ભારે પડી શકે છે.
ત્રીજો છે ફેક કુરિયર સ્કેમ.
ડિલિવરી અટકી હોવાનું કહી સરનામું અપડેટ કરવા, ચાર્જ ભરવા અથવા OTP આપવા કહેવામાં આવે છે.
આ ઉપરાંત ફેક કેશબેક, નકલી કસ્ટમર કેર અને ફેક ટ્રેકિંગ લિંક દ્વારા પણ છેતરપિંડી થઈ શકે છે.
તો બચવું કેવી રીતે?
ભારે ડિસ્કાઉન્ટ જોઈને તરત પેમેન્ટ ન કરો. વેબસાઈટનું URL, રિવ્યુ, રેટિંગ અને રિટર્ન પોલિસી જરૂર તપાસો.
અને સૌથી મહત્વનું—OTP, UPI PIN કે બેંકની ગુપ્ત માહિતી કોઈની સાથે શેર ન કરો. અજાણી લિંક પર ક્લિક ન કરો અને કોઈના કહેવાથી UPI પેમેન્ટ રિક્વેસ્ટ મંજૂર ન કરો.
રક્ષાબંધન પર રાખડીનો સંબંધ મજબૂત કરો…
પણ સાયબર ઠગોને તમારા ખાતા સાથે સંબંધ બાંધવાની તક ન આપો!