ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવો છો? તો આ સમાચાર તમારા માટે ખાસ છે!

ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવો છો? તો આ સમાચાર તમારા માટે ખાસ છે!

ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવો છો? તો આ સમાચાર તમારા માટે ખાસ છે!


ગાંધીનગરમાં Blinkitના સ્ટોર પર ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે.

સ્ટોરની અંદર એવી ગંદકી મળી કે તંત્રએ સીધી ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરીને સ્ટોર બંધ કરાવી દીધો!


ગાંધીનગર મહાનગરપાલિકાને મળેલી ચોક્કસ ફરિયાદના આધારે રાયસણ વિસ્તારમાં આવેલા Blinkit સ્ટોરમાં ફૂડ સેફ્ટી ટીમે તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન સ્ટોરમાં સ્વચ્છતા અને હાઈજિનના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું.

દીવાલો પર કરોળિયાના જાળા, ગંદા અને યોગ્ય રીતે સાફ ન કરાયેલા રેક પર ખાદ્યસામગ્રીનો સંગ્રહ અને યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.


આ ગંભીર બેદરકારી સામે તંત્રએ Food Safety and Standards Act, 2006 હેઠળ કાર્યવાહી કરી અને ફૂડ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવ્યો.


સાથે જ સ્ટોરને Improvement Notice પણ આપવામાં આવી છે.

કંપનીને સુધારા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમાં જરૂરી સુધારા નહીં કરવામાં આવે, તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.


અને આ કાર્યવાહી એટલા માટે પણ મહત્વની છે કારણ કે અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં કોઈ ક્વિક-કોમર્સ કંપનીના સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ધંધો બંધ કરાવવાનો આ પહેલો કેસ છે.


અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અગાઉ ભરૂચમાં પણ કાર્યવાહી થઈ હતી, પરંતુ ત્યાં માત્ર Improvement Notice આપવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરના Blinkit સ્ટોર સામે સીધી લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.


પરંતુ કાર્યવાહી અહીં જ અટકી નથી.


ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમે NID, NIFT સહિત 14 હોસ્ટેલ અને કેન્ટીનમાં પણ તપાસ હાથ ધરી હતી.


આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી ખાદ્ય પદાર્થોના કુલ 34 નમૂના લેવામાં આવ્યા છે.

હવે આ નમૂનાઓના લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ ઉપરાંત Youth Hostel Geeta Residencyમાં અસ્વચ્છતા જોવા મળતા Improvement Notice આપવામાં આવી છે.


મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ.એ. ઓડે ફૂડ બિઝનેસ, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે—


રસોડામાં કામ કરતા કર્મચારીઓ માટે કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ ફરજિયાત,

તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ નહીં,

ન્યૂઝપેપરમાં ખોરાક પીરસવો નહીં,

અને નાશવંત ખાદ્યસામગ્રીને યોગ્ય તાપમાને જ રાખવાની રહેશે.


તંત્રનું કહેવું છે કે નાગરિકોને સ્વચ્છ અને સલામત ખોરાક મળે તે માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.


એટલે હવે વાત માત્ર ઓનલાઈન ઓર્ડરની નથી…

તમે જે ખાઈ રહ્યા છો, એ કેટલું સ્વચ્છ અને સલામત છે—એની જવાબદારી પણ એટલી જ મહત્વની છે!