મહેસાણાના હિંગળાજપુર ગામમાં ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું છે. પાઇપલાઇનમાંથી ઓઇલ લીક થતાં આસપાસના ખેતરોમાં ઓઇલ ફેલાઈ ગયું, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ONGCની બેદરકારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાનો ભોગ બનેલા ખેડૂતોએ નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. સાથે જ લીકેજ થયેલી પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ ઘટનાને લઈને ખેડૂતોમાં ONGC સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ONGCની બેદરકારીનો ભોગ બન્યા ખેડૂતો!