ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની AI102 ફ્લાઈટમાં શંકાસ્પદ ટેકનિકલ ખામી સર્જાતા વિમાનને સાવચેતીરૂપે આયરલેન્ડના શેનન એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. લગભગ 300 મુસાફરો સાથેનું આ વિમાન ડાયવર્ટ કરતા પહેલા આશરે છ કલાક સુધી હવામાં રહ્યું હતું.
સૂત્રો મુજબ ફ્લાઈટ દરમિયાન વિમાનમાં કંપન અને અજીબ અવાજનો અનુભવ થતાં સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો. વિમાન શેનન એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું અને તમામ મુસાફરો તથા ક્રૂ સુરક્ષિત હોવાનું એર ઈન્ડિયાએ જણાવ્યું છે.
વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે મુસાફરોને હોટેલમાં રહેવાની, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. એર ઈન્ડિયાએ અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી અને મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે દિલ્હી પહોંચાડવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું છે.
ન્યૂયોર્ક-દિલ્હી એર ઈન્ડિયા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, સુરક્ષિત રીતે આયરલેન્ડ તરફ ડાયવર્ટ