ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને સંબોધતા PM મોદીએ બતાવ્યું 30 વર્ષ જૂનું મફલર! ત્રણ ખાસ ગિફ્ટ સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ કિસ્સો સંભળાવ્યો

ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને સંબોધતા PM મોદીએ બતાવ્યું 30 વર્ષ જૂનું મફલર! ત્રણ ખાસ ગિફ્ટ સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ કિસ્સો સંભળાવ્યો

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા PM મોદી 30 વર્ષ જૂની યાદોમાં ખોવાયા! મંચ પરથી જૂનું મફલર બતાવી તેમણે જણાવ્યું કે જ્યારે તેમને કોઈ ઓળખતું નહોતું, ત્યારે ન્યૂઝીલેન્ડના એક નાગરિકે મફલર, ટોપી અને હાથના મોજા ભેટ આપ્યા હતા. ત્રણ દાયકા જૂની આ ભેટ આજે પણ સાચવી રાખ્યાનું જણાવી PM મોદીએ ભારત-ન્યૂઝીલેન્ડની દોસ્તી અને ત્યાં વસતા ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી.