નવરાત્રીમાં ગરબા સાથે વરસાદનું પણ આગમન થશે?

નવરાત્રીમાં ગરબા સાથે વરસાદનું પણ આગમન થશે?

નવરાત્રીમાં ગરબા સાથે વરસાદનું પણ આગમન થશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીના દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે, જેને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને સાતમા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એટલું જ નહીં, આ દરમિયાન રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે હથિયો ગાજવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે નવરાત્રી દરમિયાન જ્યાં રાત્રે ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમવાના છે, ત્યાં જો વરસાદની એન્ટ્રી થશે તો ગરબાની રમઝટ પર તેની કેટલી અસર પડશે?

ખાસ કરીને સાતમા નોરતાથી દશેરા સુધીના દિવસો ગરબા અને નવરાત્રીના આયોજનો માટે મહત્વના છે. એવામાં વરસાદની આગાહીએ આયોજકોને આયોજનમાં વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવા મજબૂર કરી શકે છે.

જોકે, વરસાદની આગાહીનો અર્થ દરેક જગ્યાએ સતત વરસાદ થશે એવો નથી. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વરસાદનું પ્રમાણ અને સમય બદલાઈ શકે છે.

તો નવરાત્રીમાં ગરબાની રમઝટ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે કે પછી વાદળો માત્ર ઘેરાઈને જ જતા રહેશે?

આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.