Advertisement

નવો iPhone ખરીદવો છે? થોડી રાહ જુઓ! Apple સસ્તા દરોએ નવા ગેજેટ્સ લોન્ચ કરવા માટે તૈયાર, જાણો સંપૂર્ણ વિગતો.

નવો iPhone ખરીદવો છે? થોડી રાહ જુઓ! Apple સસ્તા દરોએ નવા ગેજેટ્સ લોન્ચ કરવા માટે તૈયાર, જાણો સંપૂર્ણ વિગતો.

એપલે 2026ની પોતાની પહેલી મોટી ઇવેન્ટની જાહેરાત કરી દીધી છે. આ ઇવેન્ટ 4 માર્ચે યોજાઈ રહી છે. કંપની આ ઇવેન્ટને ન્યૂયોર્ક, લંડન અને શાંઘાઈમાં એકસાથે હોસ્ટ કરશે. એપલે આ માટે પસંદગીના મીડિયા પ્રોફેશનલ્સને “Special Apple Experience” માટે આમંત્રિત કર્યા છે.


ઇવેન્ટનું આમંત્રણ 3D એપલ લોગો સાથે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કાચની લેયર્સ છે. આ કાચની લેયર્સ લિક્વિડ ગ્લાસ ડિઝાઇનને રીપ્રેઝન્ટ કરે છે. પીળો, વાદળી અને લાઇટ લીલો રંગનો આ લોગો છે. એપલ દ્વારા બજેટ-ફ્રેન્ડલી મેકબૂકના કલર સાથે એ મળતો આવે છે એવું લાગી રહ્યું છે. એપલ આ ઇવેન્ટમાં આઇફોન 17e અને નવું બજેટ મેકબૂક લોન્ચ કરશે એવી આશા છે.


કેવી રીતે જોશે ઇવેન્ટ?


એપલની આ ઇવેન્ટને ઓનલાઇન લાઇવસ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકાશે. એપલની ઓફિશિયલ વેબસાઇટ, યૂટ્યુબ ચેનલ, એપલ ટીવી અને એપ સ્ટોર પર જઈને પણ આ ઇવેન્ટ જોઈ શકાશે. આ સાથે જ અન્ય ન્યૂઝ પોર્ટલ દ્વારા પણ એનું લાઇવ બ્લોગ ચલાવવામાં આવશે. જોકે એપલ તેના ફેન્સ માટે લાઇવસ્ટ્રીમિંગ કરવાનું ક્યારેય ચૂકતી નથી.


શું-શું લોન્ચ થઈ શકે છે?


આ ઇવેન્ટમાં એપલ દ્વારા આઇફોન 17e લોન્ચ કરવામાં આવી શકે છે. એપલ દ્વારા આઇફોન 16eને પણ આ રીતે જ મેકબૂક સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. એપલ તેના લેટેસ્ટ વર્ઝનના બજેટ ફોન થોડા મહિના બાદ લોન્ચ કરે છે. આથી હવે 17eને પણ માર્ચમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ સાથે જ નવું બજેટ મેકબૂક લોન્ચ થવાની શક્યતા ખૂબ જ વધુ છે. આ સાથે જ એક્સપર્ટનું માનવું છે કે આઇપેડ Air M4ને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. એપલ તેની આઇપેડની લાઇનઅપને પણ મેઇન્ટેઇન કરી રહ્યું છે અને એથી જ એ પણ લોન્ચ થઈ શકે છે.


બજેટ-ફ્રેન્ડલી મેકબૂકમાં શું હશે?


એપલનું અત્યાર સુધીનું સૌથી સસ્તુ મેકબૂક Air વર્ઝન હતું. જોકે એની કિંમત પણ ભારતના યુઝર્સ માટે ખૂબ જ વધુ છે. આથી એપલ હવે ભારતને પણ ટાર્ગેટ કરી રહ્યું છે અને એના જેવા અન્ય દેશોને પણ. આથી તેઓ હવે મેકબૂક Air કરતાં પણ સસ્તું મેકબૂક લોન્ચ કરી રહ્યાં છે. આ મેકબૂકમાં એપલ A18 Pro ચિપસેટ હશે. આ ચિપસેટ અગાઉ આઇફોન 16 Proમાં જોવા મળ્યું હતું. એનો ઉપયોગ હવે મેકબૂકમાં કરવામાં આવશે. પરફોર્મન્સ પર થોડું અસર થશે, પરંતુ દરેક કામ કરી શકાશે. આ મેકબૂકની સ્ક્રીન સાઇઝ 12.9 ઇંચ હોવાની શક્યતા છે. તેમ જ અમેરિકામાં એને 699 ડોલરમાં વેચવામાં આવે એવી શક્યતા છે, પરંતુ ભારતમાં એની કિંમત ફક્ત ₹54,000 હોવાની ચર્ચા છે. જોકે એકવાર લોન્ચ થયા બાદ જ એની કિંમતની જાણ થશે.


આઇફોન 17eમાં શું હશે?


આઇફોન 17e એક એન્ટ્રી-લેવલ આઇફોન છે. આઇફોન સિરીઝ 17માં એ સૌથી સસ્તો મોબાઇલ હશે. એમાં એપલ દ્વારા A19 ચિપ, પાતળી બેઝલ્સ ડિઝાઇન અને ડાયનામિક આઇલેન્ડનો સમાવેશ કરવામાં આવશે. તેમ જ એમાં મેગસેફ સપોર્ટ પણ જોવા મળશે. આ આઇફોનમાં સિંગલ કેમેરા હશે. એન્ટ્રી લેવલનો હોવાથી એમાં Pro ફીચર્સનો સમાવેશ કરવામાં નહીં આવે, પરંતુ એમ છતાં તમામ બેસિક ફીચર્સ આ આઇફોનમાં પણ જોવા મળશે.


આ ઇવેન્ટ કેમ મહત્ત્વની છે?


એપલની 4 માર્ચની ઇવેન્ટ દ્વારા તેની બજેટ-ફ્રેન્ડલી ડિવાઇસને માર્કેટમાં મૂકી રહી છે. તેની આ એન્ટ્રી લેવલ પ્લાનિંગ તેને આ વર્ષે માર્કેટમાં ખૂબ જ આગળ લઈ જઈ શકે છે. એપલ હવે તેના યુઝર્સની સંખ્યા વધારવા પર ફોકસ કરી રહી છે. આથી તેઓ મેકબૂકને પણ લોન્ચ કરી રહ્યાં છે. આથી 2026 એપલ માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. તેમ જ યુઝર્સને આઇફોન અને મેકબૂક બન્ને સસ્તામાં મળી રહેતાં તેમના માટે આ વર્ષ ખૂબ જ સારું રહી શકે છે.

Advertisement