નર્મદા કેનાલમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. બોડેલીના અલ્હાદપુરા નજીક કેનાલના ગેટનો જોઈન્ટ તૂટ્યા બાદ મૂકાયેલા લોખંડના પાટિયા પણ પાણીના ભારે દબાણથી વળી ગયા છે. હવે ગેટના કાયમી સમારકામ માટે કેનાલનું પાણી બંધ કરવું પડે તો બોડેલી નગર સહિત આસપાસના અનેક ગામોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. સંભવિત જળસંકટને લઈ સ્થાનિકોમાં રોષ છે ત્યારે સવાલ એ છે કે નર્મદા નિગમ કાયમી ઉકેલ ક્યારે લાવશે?
નર્મદા કેનાલમાં તંત્રની મોટી બેદરકારી! બોડેલી નજીક કેનાલનો ગેટ વળી જતાં જળસંકટનો ખતરો, અનેક ગામોમાં પાણી પુરવઠો ખોરવાવાની ભીતિ