Advertisement

નિપાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નિવેદિતા ફાઉન્ડેશનનું પોષણ અભિયાન, શાળાના બાળકોમાં આરોગ્ય જાગૃતિ

નિપાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નિવેદિતા ફાઉન્ડેશનનું પોષણ અભિયાન, શાળાના બાળકોમાં આરોગ્ય જાગૃતિ

આણંદ જિલ્લામાં નવરાત્રીના પાવન અવસર નિમિત્તે સેવા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જીટોડીયા પ્રાથમિક શાળામાં નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા “સહી પોષણ – દેશ રોશન” અભિયાન અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમ દરમિયાન બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને આયર્નની ઉણપથી બચાવવા માટે પોષક તત્વોથી ભરપૂર ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને યોગ્ય પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને દૈનિક આહારમાં પોષક આહાર શામેલ કરવાની પ્રેરણા આપવામાં આવી.


આ સમગ્ર અભિયાન નિવેદિતા ફાઉન્ડેશનની નિપાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. તેઓ લાંબા સમયથી સમાજ સેવા સાથે જોડાયેલા છે અને ખાસ કરીને બાળકોના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સતત કાર્ય કરી રહ્યા છે.


નિવેદીતા ફાઉન્ડેશન માત્ર એક જ શાળામાં નહીં, પરંતુ જિલ્લામાં અનેક શાળાઓમાં આવી જ રીતે પોષણ અભિયાન ચલાવી રહી છે, જેનાથી અનેક બાળકોને લાભ મળી રહ્યો છે. આ પ્રકારની પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.


નવરાત્રી જેવા પવિત્ર પર્વે આ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને “સહી પોષણ – દેશ રોશન” ના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરે છે.

Advertisement