નિકોલ વિસ્તારમાં KYC અપડેટના બહાને કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા સુપરવાઈઝર સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે, જેમાં ઠગોએ બેંક મેનેજર બની વિશ્વાસ જીત્યો અને વોટ્સએપ પર નકલી APK ફાઈલ મોકલીને તેમના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી. ત્યારબાદ વિડીયો કોલ દ્વારા અલગ-અલગ કોડ નાખાવ્યા અને તેમના બેંક એકાઉન્ટ હેક કરી કુલ રૂ. 1.25 લાખ સેરવી લીધા હતા.
ઠગોએ 24 કલાકમાં રૂપિયા પરત આવશે તેવી ખોટી ખાતરી આપી પીડિતને ગેરમાર્ગે દોર્યો હતો, પરંતુ સમય વીતી ગયા બાદ પણ રૂપિયા પરત ન આવતા પીડિતને છેતરપિંડીની જાણ થઈ. આખરે તેમણે સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરીને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ સામાન્ય નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે KYC અપડેટ અથવા બેંક સંબંધિત કોઈપણ અજાણ્યા કોલ, APK ફાઈલ અથવા વિડીયો કોલ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને સાવચેતી રાખવી જરૂરી છે.