Advertisement

નેતાઓ-સેલિબ્રિટીના ફેવરિટ જ્યોતિષી ‘કેપ્ટન 0ખરાત’ રેપ કેસમાં ઝડપાયો: 58 અશ્લીલ વીડિયો મળતા ચોંકાવનારો ખુલાસો

નેતાઓ-સેલિબ્રિટીના ફેવરિટ જ્યોતિષી ‘કેપ્ટન 0ખરાત’ રેપ કેસમાં ઝડપાયો: 58 અશ્લીલ વીડિયો મળતા ચોંકાવનારો ખુલાસો
  1. મહારાષ્ટ્રમાં હાઈ-પ્રોફાઇલ રેપ કેસમાં પોતાને જ્યોતિષ અને આધ્યાત્મિક ગુરુ કહેતા કેપ્ટન અશોક ખરાતની નાગપુર પોલીસે ધરપકડ કરી છે. 27 વર્ષીય મહિલાએ તેના પર બે વર્ષ સુધી યૌન શોષણ અને બ્લેકમેલિંગના ગંભીર આરોપ લગાવ્યા છે.

  2. તપાસ દરમિયાન પોલીસને પેનડ્રાઈવમાંથી 58 જેટલા અશ્લીલ વીડિયો મળ્યા છે, જેમાં કેટલીક જાણીતી મહિલાઓ અને સેલિબ્રિટીઓ હોવાની શક્યતા સામે આવી છે, જે કેસને વધુ ગંભીર બનાવે છે.

  3. આરોપી અશોક ખરાત નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી છે અને નાસિકમાં ટ્રસ્ટ ચલાવતો હતો. રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથેના તેના સંબંધોને કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

  4. આ કેસમાં મહિલા આયોગ અધ્યક્ષ રૂપાલી ચાકણકરના સંબંધોને લઈને વિવાદ ઊભો થયો છે, અને વિપક્ષ દ્વારા તેમના રાજીનામાની માંગ ઉગ્ર બની છે.