નેપાળમાં કુદરતનો ડબલ કહેર! ભારે પૂર વચ્ચે 5.2નો ભૂકંપ, લોકોમાં ફફડાટ

નેપાળમાં કુદરતનો ડબલ કહેર! ભારે પૂર વચ્ચે 5.2નો ભૂકંપ, લોકોમાં ફફડાટ

નેપાળમાં હાલ કુદરતનો ડબલ કહેર જોવા મળી રહ્યો છે…

એક તરફ ભારે પૂરના કારણે અનેક વિસ્તારોમાં ગંભીર સ્થિતિ છે, તો બીજી તરફ 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

પૂરના પાણી વચ્ચે અચાનક ધરા ધ્રૂજતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કોદારી નજીક હોવાનું જણાવાઈ રહ્યું છે.

પહેલેથી જ પૂર અને વરસાદની મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો માટે ભૂકંપના આંચકાએ ચિંતા વધુ વધારી છે. હાલ ભૂકંપથી કેટલું નુકસાન થયું છે તેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બીજી તરફ, નેપાળમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકારે હેલ્પલાઇન જાહેર કરી છે.
મદદ કે માહિતી માટે 079-232-51900 અથવા 9978405304 પર સંપર્ક કરી શકાય છે. સાથે જ 1070 અને સંબંધિત જિલ્લા માટે 1077 હેલ્પલાઇન પણ ઉપલબ્ધ છે.

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીયો માટે +977 985 131 6807 અને +977 970 910 7500 નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

એક તરફ પૂરનો કહેર અને બીજી તરફ ધ્રૂજતી ધરતી… નેપાળમાં હાલ લોકો બેવડી કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે.