નડિયાદના ટુંડેલમાં DJ પર અશોભનિય હરકતનો મામલો, 8 લોકો સહિત 2 DJ સંચાલકો સામે ગુનો

નડિયાદના ટુંડેલમાં DJ પર અશોભનિય હરકતનો મામલો, 8 લોકો સહિત 2 DJ સંચાલકો સામે ગુનો

નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન DJ પર ઉભા રહી અશોભનિય હરકતો કરનાર યુવક સહિત 8 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે બે DJ સંચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.


માહિતી મુજબ, ટુંડેલ ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન બે DJ વચ્ચે હરીફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન એક યુવક DJ પર ચડી ગયો હતો અને જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરતા જોવા મળ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.


વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને વીડિયોમાં દેખાતા આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. યુવકની સાથે ચેનચાળા કરતા દેખાતા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.


પોલીસે કુલ 8 આરોપીઓ તથા બે DJ સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વસો પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે.


આરોપીઓના નામ:

1. મહેશ વાઘેલા

2. હસમુખ વાઘેલા

3. વિશાલ વાઘેલા

4. મહેન્દ્ર વાઘેલા

5. રમેશ પરમાર

6. જીતેન્દ્ર વાઘેલા

7. હરેશ વાઘેલા


આ તમામ આરોપીઓ ટુંડેલ ગામના જ હોવાની માહિતી સામે આવી છે.


પોલીસે જણાવ્યું કે જાહેરમાં શાંતિભંગ થાય અને અશોભનિય વર્તન કરવામાં આવે તેવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.