નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનોને સમવેદના આપી
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 17 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં નડિયાદ અને આસપાસના વિસ્તારમાંથી 5 લોકોનો સમાવેશ થાય છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પોતાના વિસ્તારમાં વસતા મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી છે.
મૃતકોમાં નડિયાદના પવાર મહાદેવ તુકારામ અને તેમના પત્ની આશાબેન મહાદેવ, પટેલ હિના સૌરભકુમાર, પટેલ રૂપલબેન પીનલ તેમજ રાજનગરના પટેલ પ્રેક્ષા અજયભાઈનો સમાવેશ થાય છે. ધારાસભ્ય દેસાઈએ તમામ પરિવારજનોને સાંત્વના પાઠવી અને દુઃખમાં સહભાગી થયા છે.
ધારાસભ્યએ સદગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર પરિવારજનોની મદદ માટે સંપૂર્ણપણે સક્રિય છે. કલેક્ટર અને લાયઝન અધિકારીઓ પરિવારજનોના સતત સંપર્કમાં છે. DNA ટેસ્ટ દ્વારા મૃતકોની ઓળખ થયા બાદ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે અને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે.