Advertisement

નડિયાદમાં વધુ બે કોરોના પોઝિટિવ – ત્રણે કેસની સંખ્યા પહોંચી

નડિયાદમાં વધુ બે કોરોના પોઝિટિવ – ત્રણે કેસની સંખ્યા પહોંચી
નડિયાદમાં વધુ બે કોરોના પોઝિટિવ – ત્રણે કેસની સંખ્યા પહોંચી

નડિયાદ : નડિયાદમાં બે દિવસ અગાઉ ૮ મહિનાની બાળકીને કોવિડ પોઝિટિવ આવતા કોરોનાની રીએન્ટ્રી થઈ હતી. આજે વધુ બે કેસ નોંધાતા હવે કોરોના કુલ આંકડો ત્રણ થયો છે. આ સાથે જ આજે આવેલા નવા બે કેસ પૈકી વૈશાલી સિનેમા વિસ્તારની એક ૧૭ વર્ષીય કિશોરીની હાલ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. 

હાલ ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ ઠેક ઠેકાણે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે નડિયાદમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. પીજ રોડ પર એક ૬૨ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. વૈશાલી સિનેમા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરી પણ કોરોના સંક્રમિત થવાનું માલુમ પડયું છે. આ કિશોરી હાલ નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અગાઉ આઠ મહિનાની બાળકીને કોરોના પોઝિટિવનો કેસ સહિત હવે વધુ બે નવા કેસ આવતા કોરોના સંક્રમિતોનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. હાલ જે વિસ્તારમાંથી કોરોનાના કેસ મળી આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટેસ્ટિંગ કરવા સહિત કોરોના સંક્રમિતોના પરિવારજનોને ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. તંત્ર એ હાલ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે.

Advertisement