Advertisement

નડિયાદમાં ઉત્તરાયણ દરમિયાન ધાબા પર દારૂ સાથે નાચતો યુવક ઝડપાયો

નડિયાદમાં ઉત્તરાયણ દરમિયાન ધાબા પર દારૂ સાથે નાચતો યુવક ઝડપાયો

નડિયાદમાં ઉત્તરાયણ દરમિયાન ધાબા પર દારૂ સાથે નાચતો યુવક ઝડપાયો

નડિયાદ : ઉત્તરાયણની ઉજવણી દરમિયાન નડિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી હતી. શહેરના કપડવંજ રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં એક મકાનના ધાબા પર હાથમાં દારૂની બોટલ લઈને બેફામ નાચતો યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો પોલીસ સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં યુવકની ઓળખ કરી તેની અટકાયત કરવામાં આવી હતી.

ઉત્તરાયણના દિવસે શહેરમાં લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા. તે દરમિયાન કપડવંજ રોડ પર આવેલા જલારામ નગર વિસ્તારમાં એક યુવક ધાબા પર ફિલ્મી ગીતોના તાલે નાચતો નજરે પડ્યો હતો. યુવકના હાથમાં વિદેશી દારૂ જેવી દેખાતી બોટલ હતી અને આસપાસ મહિલાઓ તથા બાળકો હાજર હોવા છતાં તે જાહેરમાં બેફામ રીતે બોટલનું પ્રદર્શન કરતો હતો.

આ દ્રશ્ય કોઈ નાગરિકે મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં મૂક્યું હતું, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયું હતું. વીડિયો વાયરલ થતા જ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું પ્રદર્શન કેવી રીતે શક્ય બન્યું તે અંગે અનેક સવાલો ઊભા થયા હતા.

આ બાબત નડિયાદ રૂરલ પોલીસના ધ્યાને આવતા જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, વીડિયોમાં દેખાતો યુવક મંજીપુરા વિસ્તારના આદિત્યનગર ફાટક પાસે રહેતો હર્ષ સોલંકી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

પોલીસે યુવકની સઘન પૂછપરછ કરી હતી અને જાહેરમાં ગેરવર્તણૂક કરવા બદલ તેની પાસે માફી મંગાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જાહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

Advertisement