Advertisement

નડિયાદમાં ફોટોગ્રાફી સ્ટુડિયોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ખેડા એલ.સી.બી.એ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

નડિયાદમાં ફોટોગ્રાફી સ્ટુડિયોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ખેડા એલ.સી.બી.એ આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

ખેડા જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખા દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા સાહેબની આગેવાનીમાં મિલ્કત સંબંધિત તથા વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.


આ કામગીરી દરમિયાન પો.સ.ઇ. જે.એસ. ચંપાવત, પો.સ.ઇ. એમ.એચ. રાવલ, એ.એસ.આઈ ઋતુરાજસિંહ ગોપાલસિંહ સહિત એલ.સી.બી. સ્ટાફ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન શ્રેયસ ગરનાળા પાસે અ.હેડ કો. મનુભાઈ રમેશભાઈને બાતમી મળી હતી કે, નડિયાદ સમતા પાર્ટી પ્લોટ પાસે પીપલગ રોડ પર આવેલ શોલીટર કોમ્પ્લેક્ષમાં આવેલી “મારી રૂત્વી સ્ટુડિયો” નામની દુકાનમાંથી ગત તારીખ 16/01/2025ના રોજ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના કેમેરા અને અન્ય સામાનની ચોરી કરનાર ઇસમ ચોરીનો સામાન વેચવા માટે આવનાર છે.


પ્રાપ્ત બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન પીપલગ રોડ તરફથી આવતા બાતમી મુજબના વર્ણનવાળા ઇસમને કોર્ડન કરી અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ આકાશભાઈ મરઘાભાઈ તળપદા (દેવીપુજક), ઉંમર 30 વર્ષ, રહે. કમળા ગામડી વિસ્તાર, નડિયાદ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલી કાપડની બેગ તપાસતા તેમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીના કેમેરા અને અન્ય સાધન સામગ્રી મળી આવી હતી.


માલિકી અંગેના બિલો રજૂ કરવા કહેતા આરોપી ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. વધુ યુક્તિપૂર્વકની પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. ત્યારબાદ ફોટોગ્રાફી સંબંધિત તમામ સાધન સામગ્રી બી.એન.એસ.એસ. કલમ 106 મુજબ મુદ્દામાલ તરીકે કબ્જે લેવામાં આવી અને આરોપીને બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઇ) મુજબ પકડી અટક કરવામાં આવ્યો હતો.


આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર.નં. 11204047260043/2026 બી.એન.એસ. કલમ 331(4), 305(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘરફોડ ચોરીનો આ ગુનો એલ.સી.બી. શાખા દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે.

Advertisement