Advertisement

નડિયાદમાં આરોગ્ય સેવાઓમાં વધારો: 27 કરોડના ખર્ચે બનેશે 3 માળનો ક્રિટીકલ કેર બ્લોક

નડિયાદમાં આરોગ્ય સેવાઓમાં વધારો: 27 કરોડના ખર્ચે બનેશે 3 માળનો ક્રિટીકલ કેર બ્લોક
નડિયાદમાં આરોગ્ય સેવાઓમાં વધારો: 27 કરોડના ખર્ચે બનેશે 3 માળનો ક્રિટીકલ કેર બ્લોક

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આવેલી 49 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલના વિસ્તરણની કામગીરી હાલમાં ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં રૂા.27.70 કરોડથી વધુના ખર્ચે 8441.63 ચોરસ મીટર જગામાં ત્રણ માળનો નવો ક્રિટીકલ કેર બ્લોક બની રહ્યો છે. જેની કામગીરી 18 માસમાં પૂરી કરાશે.

નવા બ્લોકમાં આધુનિક તબીબી સેવા મળતા દર્દીઓને અમદાવાદ અને વડોદરા સુધીનો ફેરો ટળશે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં હાલમાં સિવિલ હોસ્પિટલ કાર્યરત છે. જિલ્લાના મોટાભાગના દર્દીઓ સઘન સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે. ત્યારે દર્દીઓની સુવિધામાં વધારો કરવાની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અધ્યતન સારવાર મળી રહે તે માટેનો આખો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત નડિયાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં જ 8441.63 ચોરસ મીટરના વિસ્તારમાં ત્રણ માળના નવા ક્રિટીકલ કેર બ્લોક તૈયાર થઈ રહ્યો છે.

રૂા. 27.70 કરોડના ખર્ચે તૈયાર થનાર આ અદ્યતન સિવિલ હોસ્પિટલના મકાનમાં 100 બેડ ઉપરાંત ક્રિટિકલ કેર બ્લોક, ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી, 42 બેડની પીડીયાટ્રીક આઈસીયુ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ઉપર વિવિધ સેવાઓ દર્દીઓને મળી રહેશે. હાલમાં નવા મકાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને વર્ષ 2026 ના અંત સુધીમાં આ હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

નવો બ્લોક બનતાં આઇસીયુ બેડની સંખ્યા 142 થશે નડિયાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હાલમાં 16 આઈસીયુ બેડ આવેલા છે. ત્યારે નવીન બની રહેલા ક્રિટિકલ કેર બ્લોકમાં આ બેડની સંખ્યા 142 કરવામાં આવશે. જેમાં 100 પુખ્ત વયના અને 42 બાળકો માટે આઈસીયુ બેડ મુકવામાં આવશે.જેને લઈ જિલ્લામાંથી આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો ન આવે તે માટે ખાસ તૈયાર કરવામાં આવી રહી છે.

- ઓપરેશન થિયેટર - ઓટો ક્લેવ એરિયા - વેઇટીંગ એરિયા - ફાર્માસી - કેસ બારી - આઇસીયુ - એલડીઆર - એમસીએમ - ન્યુ બોર્ન કેર - એક્સ - રે રૂમ - ટ્રીઆગ - માઇનોર ઓટી - ઇંજેક્શન રૂમ - પ્લાસ્ટર રૂમ - સ્પેસ એરિયા - પિડીયાટ્રીક વોર્ડ - આઇસોલેશ રૂમ - વોર્ડ - ડાયાલિસીસ - દરેક માળ પર - આઇસીયુ - એચડીયુ - લિફ્ટ - રેમ્ - વિશાળ પેસેજ - વેઇટીંગ એરિયા - શૌચાલય

Advertisement