Advertisement

નડિયાદ: વલ્લભનગરમાં 4 દિવસથી વીજ ડીપી લટકતી અકસ્માતનો ભય

નડિયાદ: વલ્લભનગરમાં 4 દિવસથી વીજ ડીપી લટકતી અકસ્માતનો ભય

નડિયાદ: વલ્લભનગરમાં 4 દિવસથી વીજ ડીપી લટકતી અકસ્માતનો ભય.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા 4 દિવસથી વીજ ડીપી જોખમી હાલતમાં લટકેલી જોવા મળી રહી છે. તાજેતરમાં ભારે પવન સાથે વરસેલાં વરસાદમાં આ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં ડીપીમાં ભડાકા થયા હતા. જે બાદ એમજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન ચાલુ કરી વીજ ડીપીને લટકતી છોડી દેવામાં આવી હતી. જોકે આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓમાં આ ડીપીને કારણે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વલ્લભ નગર સોસાયટીમાં ચાર દિવસ અગાઉ ભારે પવન સાથે થયેલાં વરસાદમાં એક વૃક્ષ ધરાસાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં આ વૃક્ષ પાસે આવેલ વીજ ડીપી પર પડ્યું હતું. જેને કારણે ડીપીમાં ધડાકા થયા બાદ વિજ પુરવઠો ખોરવાયોહતો. જેને પગલે સ્થાનિકો દ્વારા એમજીવીસીએલને જાણ કરવામાં આવતા એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ વીજ ડીપીને લટકતી જ છોડી દેવામાં આવી હતી. જોકે, સ્થાનિકો દ્વારા એમજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં પણ હજી સુધી એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા આ વીજ ડીપી સરખી કરવામાં આવી નથી. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement