Advertisement

નડિયાદ મોટી શાક માર્કેટની દુકાનમાં આગનો બનાવ: શોર્ટ સર્કિટથી આગ લાગતાં શાકભાજી બળી ને ખાખ

નડિયાદ મોટી શાક માર્કેટની દુકાનમાં આગનો બનાવ: શોર્ટ સર્કિટથી આગ લાગતાં શાકભાજી બળી ને ખાખ

નડિયાદ શહેરની મોટી શાક માર્કેટમાં આવેલી એક દુકાનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેના પરિણામે દુકાનમાં રાખેલ શાકભાજી બળી ને ખાખ થઈ ગયું હતું.


આગ લાગ્યાની જાણ થતાં આસપાસના દુકાનદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થવાથી આગ અન્ય દુકાનો સુધી ફેલાય તે પહેલાં જ નિયંત્રિત કરવામાં આવી હતી.


આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનદારને આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે દુકાનમાં રહેલ મોટાભાગનું શાકભાજી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.


આગના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા દુકાનદારોને વિજ સુરક્ષા અંગે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Advertisement