નડિયાદ મનપાનું મેગા ડિમોલિશન, 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડી પાડ્યું
નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રશાસન દ્વારા આજે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હાઇકોર્ટની મંજૂરી બાદ આજે 9 JCB અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 47 વર્ષ જૂનું સરદાર ભુવન તોડવાનું શરૂ કરાયું છે. શહેરના વિકાસ અને જર્જરિત મિલકતોને હટાવવાના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા વહેલી સવારથી જ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
1978માં સરદાર ભુવનનું નિર્માણ કરાયું હતું
નડિયાદના સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં આવેલા સરદાર ભુવનનું નિર્માણ વર્ષ 1978માં નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 48 જેટલી દુકાનો આવેલી છે. આ દુકાનો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને હટાવવાનો નિર્ણય લેવાયો હતો.