નાની ઇલાયચીના મોટા ફાયદા! પાચનથી લઈને મોઢાની દુર્ગંધ સુધી, જાણો રોજ 1-2 ઇલાયચી ખાવાના ફાયદા

નાની ઇલાયચીના મોટા ફાયદા! પાચનથી લઈને મોઢાની દુર્ગંધ સુધી, જાણો રોજ 1-2 ઇલાયચી ખાવાના ફાયદા

લીલી ઇલાયચી કદમાં ભલે નાની હોય, પરંતુ તેના ગુણધર્મો અનેક છે. રસોડામાં ચા, મીઠાઈ અને વિવિધ વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાતી ઇલાયચીને મસાલાઓની રાણી તરીકે ઓળખવામાં આવે છે. તેની વિશિષ્ટ સુગંધ ઉપરાંત તેમાં રહેલા કુદરતી પોષક તત્વો અને બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ તેને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ બનાવે છે.

આયુર્વેદમાં ઇલાયચીનો ઉપયોગ લાંબા સમયથી પાચન અને મૌખિક સ્વાસ્થ્ય માટે થતો આવ્યો છે. બીજી તરફ, ન્યુટ્રિશન સાયન્સમાં પણ તેના એન્ટીઑક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. 'ઈરાનિયન જર્નલ ઑફ બેઝિક મેડિકલ સાયન્સિસ'માં પ્રકાશિત એક રિવ્યૂ અનુસાર, ઇલાયચીમાં એવા કુદરતી સંયોજનો હોય છે, જે શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.

ઇલાયચી મુખ્યત્વે બે પ્રકારની હોય છે

1. લીલી ઇલાયચી

તેને નાની ઇલાયચી પણ કહેવામાં આવે છે. તેની સુગંધ મીઠી, હળવી અને તાજગી આપનારી હોય છે. તેનો ઉપયોગ ચા, મીઠાઈ, દૂધ અને અન્ય મીઠી વાનગીઓમાં થાય છે.

2. મોટી ઇલાયચી

તેનો રંગ કાળો કે ભૂરાશ પડતો હોય છે. તેની સુગંધ તીવ્ર અને સ્મોકી હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે દાળ, શાક, પુલાવ અને ગરમ મસાલામાં થાય છે.