Advertisement

નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રૂ. ૧૭.૧૧ કરોડના ખર્ચે નડિયાદ દાંડી માર્ગે બનનારા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું

નડિયાદ: નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આજરોજ નડિયાદ ખાતે રૂ.૧૭.૧૧ કરોડના ખર્ચે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા દાંડીમાર્ગ પૈકી કોલેજ રોડ કેનાલ પાસેથી ડીમાર્ટ ચોકડી સુધી બનનારા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

નાણા મંત્રીશ્રીના વરદ હસ્તે કુલ રૂ.૨૬.૫૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા આઇકોનિક સહિત વિવિધ રસ્તાઓ માટે ભૂમિ પૂજન કરાયું હતું. નડિયાદ શહેરના હાર્દ સમા આ દાંડી માર્ગમાં આ આઇકોનિક રોડનું નિર્માણ થતા શહેરીજનોને વાહન વ્યવહાર તેમજ મુસાફરી માટે સગવડ ઊભી થશે અને ટ્રાફિક નિયમન જળવાશે.

કેબિનેટ મંત્રીશ્રી દેસાઈ સાથે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, મહેસુલ અને પંચાયત રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડા તેમજ જિલ્લા અગ્રણી શ્રીમતી નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી જી.એચ.સોલંકી, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાશ્રી અમદાવાદ ઝોન ડો.પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ, નાયબ કમિશનરશ્રી રૂદ્રેશભાઈ હુદડ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.બાજપેઈ, મહેમદાવાદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી કૈલાશબેન પ્રજાપતિ અને સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હ

Advertisement