Advertisement

નામદાર કોર્ટના સજા વોરંટની સફળ; અમલવારી વિદ્યાનગર પોલીસે કલમ-૧૩૮ હેઠળના આરોપીને પકડી પાડ્યો

નામદાર કોર્ટના સજા વોરંટની સફળ; અમલવારી વિદ્યાનગર પોલીસે કલમ-૧૩૮ હેઠળના આરોપીને પકડી પાડ્યો

વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.આર. ગોહિલ સાહેબના માર્ગદર્શન અને સુચન અનુસાર નામદાર કોર્ટમાંથી જારી થયેલા સજા વોરંટની અચુક બજવણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત એડી. સિવિલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, આણંદ નાઓની કોર્ટના સી.સી. નં. ૨૮૬૩/૨૦૨૫ હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ મુજબના કામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.


ઉક્ત કેસમાં આરોપી ઠાકોર ભોલાભાઈ ઉર્ફે દશરથ ભીખાભાઈ, રહે. વાડીયા સીમ, રામ ટેકરી, કાંધરોટી, તા. બોરસદ, જી. આણંદ તથા હાલ રહે. ગણા-કરમસદ રોડ, ગોકુળ ફાર્મની બાજુમાં (લિલ્લાભાઈનું ઘર), તા. જી. આણંદ વિરુદ્ધ નામદાર કોર્ટ દ્વારા તા. ૧૩/૧૦/૨૦૨૫ના રોજ સજા હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ સજા હુકમ અંતર્ગત જારી થયેલા સજા વોરંટની આજના રોજ સફળ અમલવારી કરવામાં આવી છે.


વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.આર. ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો. સ્ટે.ના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં અ. હેડ કો. જકસીભાઈ લાલજીભાઈ (બ. નં. ૬૯૨), અ. હેડ કો. સિદ્ધરાજસિંહ મહીપતસિંહ (બ. નં. ૮૨૬), અ. હેડ કો. પ્રદીપસિંહ પ્રવિણસિંહ (બ. નં. ૬૫૪), અ. હેડ કો. હિતેન્દ્રસિંહ મહીપતસિંહ (બ. નં. ૧૪૦૪), આ. પો. કો. ભરતભાઈ ભાનુભાઈ (બ. નં. ૨૦૫) તેમજ અ. પો. કો. રાજનસિંહ બંસીધર દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.


પોલીસ દ્વારા આરોપી સામે સદર સજા વોરંટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. નામદાર કોર્ટના હુકમોની અસરકારક અમલવારી માટે વિદ્યાનગર પોલીસ દ્વારા સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Advertisement