Advertisement

Naman Awards 2026માં ત્રણ દિગ્ગજ ક્રિકેટરોને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન

Naman Awards 2026માં ત્રણ દિગ્ગજ ક્રિકેટરોને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નમન એવોર્ડ્સ 2026માં ભારતીય ક્રિકેટના ત્રણ દિગ્ગજ ખેલાડીઓને વિશેષ સન્માન આપવામાં આવશે. બોર્ડે જાહેરાત કરી છે કે પૂર્વ ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડ, 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્ની અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને ‘કર્નલ સી.કે. નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’થી નવાજવામાં આવશે. ભારતીય ક્રિકેટમાં તેમના લાંબા સમયના ઉત્તમ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવી રહ્યું છે. નમન એવોર્ડ્સ સમારોહ દરમિયાન 2024-25 સીઝનમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ વિવિધ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવશે.

Advertisement