આણંદ, ગુરુવાર:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.30 જાન્યુઆરી,શુક્રવારના રોજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામની ટી.બી.હાઈસ્કૂલ ખાતેથી સવારે ૧૦:૩૦ કલાકે ગુજરાત રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતોનું ઈ- ખાતમૂહુર્ત કરશે.
આ ઉપરાંત ભાદરણ ખાતેથી જ ૧૧૪ ગામમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે થનાર છે.
આ કાર્યક્રમમાં પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી,જિલ્લા પ્રભારી શ્રી સંજયસિંહ મહીડા, નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યોશ્રીઓ ,પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.