ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી અને આ મુશ્કેલ સમયમાં ધૈર્ય રાખવા પ્રાર્થના કરી હતી. ગોવિંદભાઈ પરમારના નિધનથી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વ. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને અર્પી શ્રદ્ધાંજલિ