ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાનમાં સહભાગી બન્યા હતા. તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના પરિવારની વિગતો જાતે નોંધાવી આ ડિજિટલ સુવિધાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે સ્વ-ગણતરીની પ્રક્રિયા અત્યંત સરળ, પારદર્શક અને ઉપયોગી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ગુજરાતના અંદાજે 60 હજારથી વધુ નાગરિકોએ આ અભિયાનમાં જોડાઈ ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરી છે.
મુખ્ય સચિવશ્રીએ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવી ડિજિટલ વ્યવસ્થાના કારણે આગામી સમયમાં વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને ચોક્કસ બનશે.
આ સાથે તેમણે ટેક્નોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.