Advertisement

મુંબઈ-અમદાવાદ લક્ઝરી બસ સિસોદરા નજીક પલટી, મુસાફરોમાં હડકંપ

મુંબઈ-અમદાવાદ લક્ઝરી બસ સિસોદરા નજીક પલટી, મુસાફરોમાં હડકંપ

મુંબઈથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસને નવસારીના સિસોદરા ગામ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં બસ હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી.

અચાનક એક અન્ય વાહન બસની સામે આવી જતા ડ્રાઈવરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસનું સંતુલન બગડ્યું અને અકસ્માત સર્જાયો.

અકસાન સમયે બસમાં અનેક મુસાફરો સવાર હતા, જેમાંથી આશરે 5 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટના બાદ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને મુસાફરોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

બસ પલટી જતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ક્રેનની મદદથી બસ હટાવી ટ્રાફિક ફરીથી શરૂ કરાવ્યો હતો.

Advertisement