Advertisement

મતદાન હવે બનશે સરળ: ઉમરેઠમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે વાહનોની વ્યવસ્થા, કલેક્ટર પ્રવીણ ચૌધરીની મહત્વની પહેલ

મતદાન હવે બનશે સરળ: ઉમરેઠમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે વાહનોની વ્યવસ્થા, કલેક્ટર પ્રવીણ ચૌધરીની મહત્વની પહેલ

આણંદ: 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલના ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે. 


આ ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાન થી વંચિત ના રહી જાય અને ખાસ કરીને 85 વર્ષ કરતા વધુ વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન મતદાર અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.


આ નવતર પ્રયોગ મુજબ 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 38 જેટલા ગામો ખાતે જ્યાં 85 વર્ષ કરતા વધુ ઉંમરના મતદારો રહે છે અને દિવ્યાંગ મતદારો રહે છે તેવા મતદારોને મતદાન મથક સુધી જવા અને આવવા માટે 06 જેટલા વાહનો મૂકવામાં આવનાર છે. આ વાહનોના માધ્યમથી મતદારને મતદાન મથક સુધી લઈ જવામાં આવશે અને પરત તેમના ઘરે લાવવામાં આવશે. આ વાહનો નક્કી કરવામાં આવેલ દરેક કામો ખાતે ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશે.


આ માટે નક્કી કરવામાં આવેલ રૂટ અનુસાર વાહન નંબર 01 ઉમરેઠ વિધાનસભાના પણસોરા ગામ ખાતે સવારે 7-00 કલાકથી 9:30 કલાક સુધી, ઝાલા બોરડી ખાતે સવારે 10-00 થી 11:30, અરડી ખાતે બપોરે 12-00 થી 13-00, ધોરા ખાતે બપોરે 13-15 થી બપોરના 14-00,  ઊંટખરી ખાતે બપોરના 14-15 થી 15-00, હેમરાજપૂરા ખાતે બપોરના 15-15 થી 3:45, વણસોલ ખાતે બપોર બાદ 16-00 કલાકથી 17-00 કલાક દરમિયાન દિવ્યાંગ અને વયો વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લઈ જશે અને પરત લાવશે.


વાહન નંબર 02 ના રૂટ મુજબ લિંગડા ગામ ખાતે સવારે 7:00 કલાકે, થામણા ગામ ખાતે સવારે 9:30 કલાકે, પરવટા ગામ ખાતે સવારે 11 15 કલાકે, આશીપુરા ગામે બપોરે 12:45 કલાકે, ફતેપુરા ગામે બપોરે 14-15 કલાકે અને ઝાંખલા ગામ ખાતે બપોરે 15-30 કલાકે વાહન હાજર રહેશે. 


વાહન નંબર 03 ના રૂટ મુજબ સુરેલી ગામ ખાતે સવારે 7:00 કલાકે, ધુળેટા ગામ ખાતે સવારે 9:45 કલાકે, સુંદરપુરા ગામ ખાતે બપોરે 12-00 કલાકે અને બેચરી ગામ ખાતે બપોરે 15-30 કલાકે વાહન હાજર રહેશે.

વાહન નંબર 04 ના રૂટ મુજબ ઓડ નગરપાલિકા ખાતે સવારે 7:00 કલાકે થી સવારે 9:30 કલાક સુધી, ખાનકુવા ગામે સવારે 9:45 કલાકે કણભઈપુરા ખાતે સવારે 11-15 કલાકે, ખંભોળ જ ખાતે બપોરે 12 15 કલાકે સીલી ખાતે બપોરે 13-45 કલાકે, અહીંમાં ખાતે બપોરે 14-45 કલાકે અને ભરોડા ગામે બપોર બાદ 15-45 કલાકે વાહન ઉપસ્થિત રહેશે. 


વાહન નંબર 05 ચિખોદરા ખાતે સવારે 7-00 કલાકથી સવારે 8:30 કલાક સુધી, વઘાસી ગામે સવારે 8:45 કલાકે, સામરખા ગામે સવારે 9-45 કલાકે, બોરીયાવી નગરપાલિકા ખાતે સવારે 11:15 કલાકે, કુંજરાવ ખાતે બપોરે 12:45 કલાકે, ત્રણોલ ગામે બપોરે 14-15 કલાકે અને રાસનોલ ગામે બપોર બાદ 15-45 કલાકે વાહન હાજર રહેશે અને વાહન નંબર 06 તેના રૂટ મુજબ ભાલેજ ગામ ખાતે સવારે 7:00 કલાકથી 9:30 કલાક સુધી, બડાપુરા ગામે સવારે 9:45 કલાકે, તારપુરા ગામે સવારે 10:45 કલાકે, મેઘવા ગામે સવારે 11-45 કલાકે, સૈયદપુરા ગામે બપોરના 12:45 કલાકે, કાસોર ગામે બપોરે 14-15 કલાકે તથા રાહત તળાવ ગામે બપોરે 15-45 કલાકે વાહન ઉપસ્થિત રહેશે.


આમ 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય કોઈપણ મતદાર મતદાન થી વંચિત ન રહે, વયો વૃદ્ધ મતદાર હોય કે દિવ્યાંગ દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સગવડ પૂરી પાડવામાં આવનાર છે, આ સગવડ 111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ 46 ગામો ખાતે ના મતદારોને મળી રહેશે, તેનો મહત્તમ લાભ લેવા અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે. 


Advertisement