મોર્નિંગ વોક દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બેભાન, AIIMSમાં કરાયા દાખલ

મોર્નિંગ વોક દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ બેભાન, AIIMSમાં કરાયા દાખલ

હાલમાં જગદીપ ધનખડની તબિયત અંગે કોઈ સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી. AIIMS પ્રશાસન તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી.

અગાઉ પણ હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી ચૂક્યા છે

જગદીપ ધનખડ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. માર્ચ 2025માં છાતીમાં અકડામણ, ચક્કર અને ગભરામણની ફરિયાદ બાદ તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન હૃદય સંબંધિત સમસ્યા સામે આવતાં તબીબોએ તેમની સારવાર કરી સ્ટેન્ટ મૂક્યું હતું.

ત્યારબાદ જૂન 2025માં નૈનીતાલમાં કુમાઉં યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન પણ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. જ્યારે જુલાઈ 2026માં જયપુરની ખાનગી હોસ્પિટલમાં નિયમિત તપાસ દરમિયાન તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.

2022થી 2025 સુધી ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા

જગદીપ ધનખડે ઓગસ્ટ 2022માં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો. જોકે, જુલાઈ 2025માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે ફરી એકવાર તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી છે.