Advertisement

મોંઘવારીનો પ્રીમિયમ ઝટકો! દેશમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.35 સુધીનો વધારો

મોંઘવારીનો પ્રીમિયમ ઝટકો! દેશમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.35 સુધીનો વધારો

ભારતમાં 20 માર્ચ 2026થી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ ₹2.09 થી ₹2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં BPCLનું ‘Speed’, HPCLનું ‘Power’ અને IOCLનું ‘XP95’ સામેલ છે, જ્યારે સામાન્ય પેટ્રોલના ભાવ હાલ યથાવત રાખવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલ પાર જતા તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડતા ઓઈલ કંપનીઓ માટે આયાત ખર્ચ વધી ગયો છે, જેના કારણે આ ભાવવધારો કરવો પડ્યો છે. હાલ આ વધારાનો સીધો પ્રભાવ પ્રીમિયમ ફ્યુઅલ વાપરતા લોકો પર પડશે, પરંતુ જો વૈશ્વિક બજારમાં તેજી યથાવત રહેશે તો આગામી સમયમાં સામાન્ય પેટ્રોલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Advertisement